RMC MPHW Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ૧૧૭ જગ્યાઓ પર ભરતી જાહેર

By | February 5, 2023

RMC MPHW Recruitment 2023 : ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, આ ભરતીની વધુ વિગત નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવી શકશો.

RMC MPHW Recruitment 2023
RMC MPHW Recruitment 2023

RMC MPHW Recruitment 2023

RMC ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે, આ આર્ટિકલ તમે ગુજરાત અસ્મિતા ના માધ્યમ થી વાંચી રહિયા છો.

જાહેરાત ક્રમાંકRMC/2022/133
પોસ્ટ ટાઈટલRMC MPHW ભરતી 2023
પોસ્ટ નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
કુલ જગ્યા117
સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
અરજી છેલ્લી તારીખ06-02-2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 117 જગ્યાઓ માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામકુલ જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર117

MPHW શૈક્ષણિક લાયકાત

  • એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
  • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
  • ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • કોમ્પ્યુટર જ્ઞાન

MPHW પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ – 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

MPHW વય મર્યાદા

  • 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ)
  • વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.

અરજી ફી / પરીક્ષા ફી

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
  • અરજી ફી રીફંડ થશે નહી / પરત મળશે નહી.

મહત્વપૂર્ણ સુચના

  • તા. 25-02-2022ના રોજ પ્રસિદ્ધ થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન માધ્યમની ભરપાઈ કરવાની રહેશે.
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે
  • અન્ય તમામ સૂચનાઓ માટે જાહેરાત અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.

RMC MPHW ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઈન્ટરવ્યુ દ્વારા થશે. (નિયમો મુજબ)

RMC MPHW ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબ સાઈટ http://www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RMC MPHW ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 06-02-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રદ કરેલ જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીંથી જોડાઓ

લેખન સંપાદન : Study NNN team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Studynnn.xyz ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
  • અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
  • માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
HTML is also allowed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *