આધાર કાર્ડ ને ઈમેલ સાથે કનેક્ટ કઈ રીતે કરવું

By | October 22, 2022

Table of Contents

આધાર કાર્ડ : કોઈ તમારા આધાર કાર્ડનો મિસયુઝ તો નથી કરી રહ્યું ને? આ રીતે લિંક કરી દો ઈ-મેલ આઈડી, તરત મળી જશે અપડેટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ આધાર કાર્ડ ને ઈમેલ સાથે કનેક્ટ કઈ રીતે કરવું નીચે આપેલ લેખ પરથી.

આધાર કાર્ડ

હાલ આપણે સૌ જાણીએ છીએ આધાર કાર્ડ આપણા જીવનનો એક અભીન્ન અંગની જેમ બની ગયેલ છે, જે બેન્કિંગ થી લઈને દરેક સરકારી કામ કાજ માટે જરૂર પડે છે. જેથી તેની સિક્યુરીટી મહત્વની બની ગઈ છે, અને તેનો ઉપયોગ કઈ-કઈ જગ્યાએ થઇ રહ્યો છે તેની જાણકારી આપણને હોવી જરૂરી છે.

આધાર કાર્ડ
આધાર કાર્ડ

આધાર કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી? : સરનામું, નામ, જન્મ તારીખ સાથે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? તમે તે કેવી રીતે કરી શકો તે અહીં છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, 2016 (“આધાર અધિનિયમ 2016”) ની જોગવાઈઓ હેઠળ સરકાર દ્વારા 12 જુલાઈ 2016ના રોજ સ્થપાયેલી વૈધાનિક સત્તા છે. ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ.

જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો અને ક્યાંય પણ તમારા આધારનો ઉપયોગ થાય છે અને તેની જાણકારી મેળવવા માંગો છો તો તમે પોતાના આધાર કાર્ડથી ઈમેલ આઈડી જોડી શકો છો. હાલ આધાર કાર્ડ નો બધે ઉપયોગ થતો હોવાથી આપણે આ સેવા ચાલુ કરવાથી ઘણો લાભ થઇ શકે છે, કારણકે આપણે અવાર નવાર સાયબર ફોર્ડ વિષે સાંભળતા હોઈએ છીએ.

  • આધાર કાર્ડ સાથે અપડેટ કરાવો ઈ-મેલ આઈડી જે સિક્યુરીટી માટે મહત્વનું છે.
  • કોઈ તમારા આધાર કાર્ડનો નહીં કરી શકે મિસયુઝ કારણકે
  • ઈમેલ આઈડી એડ કરવાથી તરત તમને મળી જશે મેલ દ્વારા અપડેટ

UIDAIનું કહેવું છે કે જો આધાર ધારક પોતાના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરે છે તો તેમને ઘણો ફાયદો થશે. ક્યાંય પણ ઉપયોગ કરવા પર આધાર નંબર જ્યારે પણ પ્રમાણિત થશે તો તે સમયે યુધરને તેની જાણકારી મળી જશે. ક્યાંય પણ આધારનો ઉપયોગ કરવા પર તેને ઓર્થેંટિકેટ કરવામાં આવે છે. ઈ-મેલ આઈડીના આધારથી લિંક થવા પર તે સમયે ઈ-મેલ પર મેસેજ આવશે.

UIDAI એ ટ્વીટ કર્યું છે કે તમારે તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આજકાલ લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે. ત્યાં નવા આધાર બનાવવા અને અપડેટ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે. તમને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીથી જોઈન થાવ
Study nnn હોમ પેજઅહીં ક્લિક કરો
HTML is also allowed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *