ગણેશ ચતુર્થી 2022 ગણેશ સ્થાપનાના શુભ મુર્હત અને પૂજાવિધિ વિષે જાણકારી

By | August 30, 2022

ગણેશ ચતુર્થી 2022 : ગણેશ ચતુર્થી દિવસને ભગવાન શ્રીગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે . ગણેશ ચતુર્થી પર, ભગવાન શ્રીગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. વર્ષ 2022 માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં ૩૧ ઓગસ્ટ 2022 ના રોજ આવે છે. તો ચાલો આપને ગણેશ ચતુર્થી 2022 ગણેશ સ્થાપનાના શુભ મુર્હત તેમજ પૂજાવિધિ વિષે જાણકારી મેળવવીએ.

ગણેશ ચતુર્થી ૨૦૨૨

ગણેશ ચતુર્થી 2022 : ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશભરમાં ઉજવાતા મુખ્ય હિંદુ તહેવારોમાંનો એક છે. આ તહેવાર હિંદુ ચંદ્ર કેલેન્ડર મુજબ ભદ્રા (ભાદરવો) મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન લોકો ભગવાન શ્રીગણેશની પ્રતિમાઓને અલગ-અલગ હાવભાવમાં સ્થાપિત કરે છે, જે દુષ્ટતા પર દેવતાની જીત દર્શાવે છે.

  • આ દસ-દિવસીય લાંબો તહેવાર સમગ્ર દેશમાં, ખાસ કરીને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગોવા, કર્ણાટક મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

31 ઓગસ્ટના રોજ વિઘ્નહર્તા ભગવાન ગણેશને ઘરે-ઘરે બિરાજમાન (સ્થાપના) કરવામાં આવશે. આ 10 દિવસ લાંબો તહેવાર ગણેશ ચતુર્થીથી શરૂ થશે અને અનંત ચતુર્દશી સુધી ચાલશે. આ દરમિયાન તમે ભગવાન ગણેશને વિવિધ વસ્તુઓ અર્પણ કરી શકો છો. આવો જાણીએ આ 10 દિવસના ગણેશ ચતુર્થીના આનંદ વિશે.

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દેશભરમાં ગણપતી બ્પ્પાની આગમનની ઘેર-ઘેર તૈયારીઓ ચાલી રહી છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો ગણેશ ચતુર્થી માટે ઉત્સાહિત છે. શેરીઓમાં, ચોકમાં અને અલગ-અલગ જગ્યાએ ભગવાન ગણેશને બિરાજમાન કરવા માટે પંડાલો સજાવવામાં આવ્યા છે.

  • ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી અને ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગણેશ સ્થાપનાના શુભ મુર્હત

ગણેશ ચતુર્થી પહેલા કોઈપણ સમયે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવી શકાય છે પરંતુ તેની સ્થાપના શુભ દિવસે અને ચતુર્થી તિથિ હોય તે સમયે કરવી જોઈએ.

જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે ભાદો મહિનાની સંકષ્ટી ચતુર્થી એટલે કે 30 ઓગસ્ટે મંગળવારે બપોરે 3.33 કલાકે ચતુર્થી તિથિ શરૂ થશે. જ્યારે 31 ઓગસ્ટે બપોરે 3.22 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે ગણેશ ચતુર્થી વ્રત 31 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે, શુભ સમય બપોરે 11:05 થી 1:38 સુધીનો છે.

  • અમૃત યોગ : સવારે 07.05 થી 08.40 સુધીનો
  • શુભ યોગ : સવારે 10:15 થી 11:50 સુધી

ગણેશ ચતુર્થી પૂજા

  • ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી ગણેશજીની સામે બેસીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. અક્ષત, ફૂલ, દુર્વા ઘાસ, મોદક વગેરે ભગવાન ગણેશને અર્પણ કરવા સાથે ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. આ કર્યા પછી બાપ્પાની સામે ધૂપ, દીપક અને અગરબત્તી પ્રગટાવો. ગણેશ આરતી અને મંત્રોનો જાપ કરો.
  • ગણેશ ચતુર્થીના દિવસે હળદર, નારિયેળ, મોદક, સોપારી, ગલગોટાના ફૂલ, કેળા વગેરે ચઢાવવાથી ગણપતિ પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવે છે.
  • ગણેશજીને તુલસી પ્રિય નથી તેથી તેમને અર્પણ કરાય નહિ અને ગણેશ ચોથના ચંદ્ર દર્શન ન કરવા જોઈએ કેમકે ગણેશજીએ શ્રાપ આપેલો છે કે તે દિવસે દર્શન કરવાથી એના દર્શન કરવાથી કલંક લાગે છે.

ગણેશ ચતુર્થી 2022 કઈ તારીખે છે?
જવાબ : વર્ષ 2022 માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં ૩૧ ઓગસ્ટ 2022 ના રોજ આવે છે.

ગણેશ સ્થાપનાના શુભ મુર્હત ક્યાં છે.

જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે ભાદો મહિનાની સંકષ્ટી ચતુર્થી એટલે કે 30 ઓગસ્ટે મંગળવારે બપોરે 3.33 કલાકે ચતુર્થી તિથિ શરૂ થશે. જ્યારે 31 ઓગસ્ટે બપોરે 3.22 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે ગણેશ ચતુર્થી વ્રત 31 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે, શુભ સમય બપોરે 11:05 થી 1:38 સુધીનો છે.

અમૃત યોગ : સવારે 07.05 થી 08.40 સુધીનો
શુભ યોગ : સવારે 10:15 થી 11:50 સુધી

લેખન સંપાદન : Study nnn team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Study NNN ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

  • વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

HTML is also allowed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *