ગુજરાત મફત પ્લોટ યોજના 2022 જાણો સંપૂર્ણ માહિતી

By | November 9, 2022

ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

ગુજરાત મફત પ્લોટ યોજના 2022

ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી, જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

પોસ્ટ ટાઈટલમફત પ્લોટ યોજના ગુજરાત 2022
પોસ્ટ નામમફત પ્લોટ યોજના ફોર્મ
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
સત્તાવાર વેબ સાઈટwww.panchayat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

મફત પ્લોટ યોજના 2022

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે, મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

Image From Shandesh News Report

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?
જવાબ : ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?
જવાબ : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?
જવાબ : પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય

મફત પ્લોટ યોજના ફોર્મ વિશે જણાવો?
જવાબ : વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

લેખન સંપાદન : studynnn ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ www.studynnn.xyz ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

HTML is also allowed.

One thought on “ગુજરાત મફત પ્લોટ યોજના 2022 જાણો સંપૂર્ણ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *