PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023
PM Yasasvi Scholarship Scheme 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે.
PM Yasasvi Scholarship Scheme 2023
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2023 – 24 ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે, આ યોજના થકી વિદ્યાર્થીઓને 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 ની પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવનાર છે.
પીએમ યશસ્વી યોજનાનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓને મળશે, આ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે. અને પરીક્ષા આધારિત ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 75,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ નીવડે છે કે જે પોતાનો અભ્યાસ આર્થિક પરિસ્થિતિના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે પોતાનો અભ્યાસ મૂકી દે છે, આ યોજના થકી તેવા વિદ્યાર્થીઓને આ સહાય એક આશીર્વાદ રૂપ સમાન છે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થીએ 2021 – 22 માં ધોરણ 8 અથવા 10 પાસ કરેલ હોવું જોઈએ.
- વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ
- ધોરણ 9 ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01.04.2006 થી 31.03.2008 (બંને દિવસો સહિત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ
- અભ્યાસનું સર્ટીફીકેટ
- આધાર કાર્ડ
- બેંક ખાતું
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણ પત્ર
- મોબાઈલ નંબર
- ઈ મેઈલ એડ્રેસ
FAQs
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર છે?- આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે જયારે ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.
- પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની પરીક્ષા તારીખ 29.09.23 છે.
- આ યોજના માટે માતા – પિતાની / વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
- પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ઓનલાઈન અરજી NTA ની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પરથી કરી શકશો