Type Here to Get Search Results !
JOIN US ON WHATSAPP Join Now

GSRTC : ગુજરાત ST બસના ભાડામાં વધારો, જાણો નવા ભાવ

GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો માટે ગુજરાત ST બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જાણો હવે નવા ભાવ.

ગુજરાત ST બસના ભાડામાં વધારો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકારશ્રી દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.

ભાડા વધારાની મુખ્ય બાબતો

  • વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે.
  • લગભગ ૧૦ વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.
  • આ પ્રકારે ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછુ રહેશે.
  • સરકારશ્રીના વર્ષ 2003 ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેચીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવાનો થાય છે.
  • નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત ૧૦ લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.૧/- થી રૂ.૬/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.

Official Website Booking Ticket

GSRTC : ગુજરાત ST બસના ભાડામાં વધારો, જાણો નવા ભાવ


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad